વેપાર: SBIની ઑફર- એપાર્ટમેન્ટ, ઑફિસ, દુકાન કે ફેક્ટરી અડધી કિંમતે મળશે

અટલ સમાચાર,ડેસ્ક જો તમે પોતાના માટે એપાર્ટમેન્ટ, ઑફિસ, દુકાન કે ફેક્ટરી જેવી પ્રોપર્ટી ખરદીવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે SBI અનેક પ્રોપર્ટીની હરાજી કરી રહ્યું છે, SBIના જણાવ્યા મુજબ તેઓ દેશમાં 1,000 પ્રોપર્ટીની હરાજી કરશે જે 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે. તમે એસબીઆઈની વેબસાઇટ www.sbi.auctiontiger.net પરથી ઈ- ઑક્શનમાં જઈ અને ભાગ લઈ શકો છો. બેન્ક
 
વેપાર: SBIની ઑફર- એપાર્ટમેન્ટ, ઑફિસ, દુકાન કે ફેક્ટરી અડધી કિંમતે મળશે

અટલ સમાચાર,ડેસ્ક

જો તમે પોતાના માટે એપાર્ટમેન્ટ, ઑફિસ, દુકાન કે ફેક્ટરી જેવી પ્રોપર્ટી ખરદીવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે SBI અનેક પ્રોપર્ટીની હરાજી કરી રહ્યું છે, SBIના જણાવ્યા મુજબ તેઓ દેશમાં 1,000 પ્રોપર્ટીની હરાજી કરશે જે 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે.

તમે એસબીઆઈની વેબસાઇટ www.sbi.auctiontiger.net પરથી ઈ- ઑક્શનમાં જઈ અને ભાગ લઈ શકો છો. બેન્ક ડિફોલ્ટરો પાસેથી નાણાની વસૂલાત કરવા માટે એસબીઆઈએ તેમની મલિકત વેચવા કાઢી છે. આ હરાજીની જાણકારી www.bankeauctions.com/sbi પરથી પણ મળી શકશે.

એપ્લિકેશન માટે તમારે ઈ- ઑક્શનમાં ભાગ લેવો અથવા તો અગાઉથી ચોક્કસ રકમ જમા કરાવવી પડશે. તમારે જે પ્રોપર્ટી ખરીદવી હોય તેના વિસ્તારની એસબીઆઈની બ્રાન્ચમાં કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત તમારી ડિઝિટલ સિગ્નેચર પણ આવશ્યક છે. તમારે વેબસાઇટ પર લોગીન આઇડી અને પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે.