તલોદના હરસોલ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા પોલીસ તંત્ર નિષ્ફળ ?

અટલ સમાચાર,તલોદ તલોદ તાલુકાના હરસોલ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ બપોરના સમયગાળામાં તીવ્ર બનતી હોય છે. ઉતરાયણ ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આસપાસના ગામમાંથી નાગરિકો હરસોલ ખાતે ખરીદી માટે આવી રહયા છે. મોટા વાહનચાલકો પોતાનુ વાહન રોડ પર આડેધડ પાર્ક કરીને જતા રહેતા હોય છે. જેથી અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી
 
તલોદના હરસોલ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા પોલીસ તંત્ર નિષ્ફળ ?

અટલ સમાચાર,તલોદ

તલોદ તાલુકાના હરસોલ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ બપોરના સમયગાળામાં તીવ્ર બનતી હોય છે. ઉતરાયણ ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આસપાસના ગામમાંથી નાગરિકો હરસોલ ખાતે ખરીદી માટે આવી રહયા છે. મોટા વાહનચાલકો પોતાનુ વાહન રોડ પર આડેધડ પાર્ક કરીને જતા રહેતા હોય છે. જેથી અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતુ કે,ટ્રાફિક પોલીસની ગેરહાજરીના કારણે પરિસ્થિતિ જૈસે થે બની છે. ટ્રક,ટેમ્પા,રીક્ષાચાલકો રોજ પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા હોવાથી ટ્રાફિકજામના દશ્યો સર્જાય છે. જેનાથી અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહયા છે. જેનાથી અકસ્માત સર્જાવાની સંભાવના વધી જવા પામતી હોય છે. ટ્રાફિક સમસ્યાને હલ કરવા બે ટ્રાફિક જવાનો મુકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે.