દુર્ઘટના@ઉ.ગુઃ અલગ અલગ સ્થળના 4 વ્યક્તિ મોતને ભેટ્યાં, અરેરાટી વ્યાપી

અટલ સમાચાર, મહેસાણા કોરોના સંકટ વચ્ચે અકસ્માતનો સિલસીલો યથાવત છે. દાંતા પંથકના બે યુવકોને રાજસ્થાનના રાનીવાડા ખાતે અકસ્માત નડ્યો છે. દાંતા પંથકના પાંચ યુવકો ગાડી લઈને સુંધામાતા તરફ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ચાંડપુર રાજપુરા માર્ગ પર જીપ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જીપ પલટી જતાં બે યુવકોનાં મોત થયા હતા અને
 
દુર્ઘટના@ઉ.ગુઃ અલગ અલગ સ્થળના 4 વ્યક્તિ મોતને ભેટ્યાં, અરેરાટી વ્યાપી

અટલ સમાચાર, મહેસાણા

કોરોના સંકટ વચ્ચે અકસ્માતનો સિલસીલો યથાવત છે. દાંતા પંથકના બે યુવકોને રાજસ્થાનના રાનીવાડા ખાતે અકસ્માત નડ્યો છે. દાંતા પંથકના પાંચ યુવકો ગાડી લઈને સુંધામાતા તરફ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ચાંડપુર રાજપુરા માર્ગ પર જીપ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જીપ પલટી જતાં બે યુવકોનાં મોત થયા હતા અને ત્રણનો બચાવ થયો હતો. રાજસ્થાન પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે શૈલેષભાઈનું ઘટનાસ્થળે મોત અને મહેશભાઈનું મોત હૉસ્પિટલ લઇ જતી વખતે થયું હતું.

દુર્ઘટના@ઉ.ગુઃ અલગ અલગ સ્થળના 4 વ્યક્તિ મોતને ભેટ્યાં, અરેરાટી વ્યાપી

અકસ્માતમાં વિજય કુમાર દીપકભાઈ અને રમેશભાઈ ગંભીર રૂપે ઘાયલ થયા છે. તમામ લોકોને રાનીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે રાજસ્થાન પોલીસ તરફથી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ દાંતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અરવલ્લી જીલાના મોડાસા તાલુકામાં આજે જુદા જુદા સ્થળે બે અકસ્માત સામે આવ્યા છે. મોડાસા અને કપડવંજ રોડ ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદમાં ગામ લોકોએ રોડ ચક્કાજામ કરી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે ધનસુરાના હીરાપુર નજીક એક ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવકનું મોત થયું છે, જ્યારે બે મહિલાને ઈજા પહોંચી છે. જે બાદ ગામ લોકોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. અકસ્માત બાદ રોડ પર બે કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી.

દુર્ઘટના@ઉ.ગુઃ અલગ અલગ સ્થળના 4 વ્યક્તિ મોતને ભેટ્યાં, અરેરાટી વ્યાપી

અકસ્માતને પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બીજી ઘટનામાં મોડાસાના ફરેડી ગામ પાસે કાર પલટી જતા બે વ્યક્તિ ઘાયલ અને 1 વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. બે વ્યક્તિ ઘાયલ 108 દ્વારા મોડાસા સાવૅજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દુર્ઘટના@ઉ.ગુઃ અલગ અલગ સ્થળના 4 વ્યક્તિ મોતને ભેટ્યાં, અરેરાટી વ્યાપી