આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના અમદાવાદમાં બારેજા વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીક થયા બાદ આગ લાગી હતી. આ આગમાં એક જ પરિવારના 7 લોકોના દર્દનાક મોત થયા છે. ઘટના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. સીએમ શિવરાજે ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. બાળકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલની ફ્રીમાં સારવાર કરવાની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલિસના આધારે મધ્યપ્રગેશના ગુના જિલ્લાના લગભગ 15 લોકો મજૂરી માટે અમદાવાદ આવ્યા હતા. આ તમામ એક જ પરિવારના હતા. મંગળવારે રાતે પરિવારના લોકો ફેક્ટ્રીના રૂમમાં સૂતા હતા ત્યારે જ અચાનક સિલિન્ડર લીક થયો અને સાથે થોડી વારમાં આગ લાગી. ઘટનામાં 10 લોકો ઝપેટમાં આવ્યા હતા. આગમાં બૂમો પાડી રહેલા લોકોના અવાજથી તેમને બચાવવા આસપાસના લોકો આવ્યા અને તેમાંથી 7 લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના 4 લોકોના મૃતદેહને ગામમાં લઈ જવાયા છે. સાથે અન્ય 3 મૃતદેહની રાહ જોવાઈ રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code