દુર્ઘટના@અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત, પતિ-પત્ની અને પુત્રનું કમકમાટીભર્યું મોત

 
ઘટન
સમગ્ર પંથકમાં અરેરાટી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વહાલાસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયકંર હતો કે, વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર ભટકાડી દીધી હતી.

અકસ્માત સમયે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રના ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતા જ ધોળકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા છે.