દુર્ઘટના@અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 3 બાળકો સહિત 9 લોકો ભડથું
10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના વસ્ત્રાલમાં રામોલ-ગતરાડ રોડ ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. સાથે જ એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર જવા રવાના થયા છે. આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 10 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફેક્ટરીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં, તે હજુ પણ મેહુલ ડોડિયા નામના વ્યક્તિના સંચાલન હેઠળ કાર્યરત હતું.
ઘટનાના સમાચાર મળતાં, પાંચથી વધુ ફાયર બ્રિગેડની ટીમો મહેમૂદપુરા ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં સ્થળ પર દોડી ગઈ હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં હત્યા ન ગણાતા સદોષ હત્યાનો કેસ નોંધવામાં આવશે. ગંભીર રીતે દાઝી ગયેલી બે છોકરીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી; બંનેની હાલત ગંભીર છે.આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 8થી 10 લોકો હાજર હતા, જેમાંથી 5થી 7 લોકો ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓએ મોરચો સંભાળી લીધો છે. રહેણાંક અને સંવેદનશીલ ઝોનની નજીક આવેલી આવી ફેક્ટરીઓમાં સુરક્ષાના સાધનો હતા કે નહીં તે અંગે પણ આગામી સમયમાં તપાસ થઈ શકે છે. જવાનોએ ભારે જહેમત બાદ ફેક્ટરીમાં ફસાયેલા અને ગંભીર રીતે દાઝેલા 5થી 7 લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. જવાનોની આ તત્પરતાને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.
હાલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વસ્ત્રાલ RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પ પણ ધ્રૂજી ઊઠ્યો હતો. કેમ્પની બિલકુલ પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી હોવાથી, બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ RAFના જવાનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ અને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, મનપા કમિશનર સહિત AMC અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હાલ તો ફેક્ટરી માલિક સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે માલિક સામે માનવવધનો ગુનો નોંઘ્યો છે.
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ઘટના અંગે પોલીસ દ્વારા સ્થળ પર તપાસની સઘન કાર્યવાહી અત્યારે ચાલુ છે અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા તત્વોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. DyCM હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, આ ગંભીર ઘટના સંદર્ભે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

