દુર્ઘટના@અમરેલી: રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, પાઈલટનું મોત

અચાનક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીમાં આજે એક ખાનગી કંપનીનું મીની વિમાન તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટે જીવ ગુમાવ્યો છે. અચાનક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઇ ગયું હતું અને પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે ખાનગી કંપનીનું આ નાનું વિમાન તૂટી પડતાં પાયલટનુ મોત થયું છે અને સ્થળ પર કોઇ નુકસાનના સમાચાર નથી.
અમરેલીમાં પ્લેન ક્રેશ થતાં જ તંત્રમાં દોડધામ મચી છે. આ મીની વિમાન અમરેલીના ગિરિયા રૉડ પર તૂટી પડ્યું હતું. જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. રહેણાંક વિસ્તારની નજીક પ્લેન ક્રેશ થતાં લોકોમા ફફડાટ ફેલાયો હતો. પ્લેન ક્રેશમાં જે વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ છે તે ટ્રેઇની પાયલટ હતો. આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં એક ખાનગી કંપની દ્વારા પાયલોટ તાલીમ માટેનું કેન્દ્ર ચાલે છે. આ કેન્દ્ર પર નવા પાયલોટોને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ભાગરૂપે જ પાયલટ યુવક તાલીમ લઈ રહ્યો હતો અને તે સમયે પ્લેનક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી.