દુર્ઘટના@બનાસકાંઠા: છાપી નજીક 2 ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 3નાં મોત

 
અકસ્માત
મૃતકોના મૃતદેહને છાપી રેફરલ હોસ્પિટલ ખસેડાયા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તેમાં 2 ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહને છાપી રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ છાપી પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 2 ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થતા સ્થાનિકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમાં ત્રણ વાહનોના અકસ્માત વચ્ચે ઘટના સ્થળે ત્રણના મોત નીપજ્યા છે.

મૃતકોના મૃતદેહને છાપી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ અકસ્માતને પગલે છાપી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ છાપી નજીકથી જ્યારે કાર પસાર થઈ રહી હતી ત્યારે બે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઘાયલોને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોની લાશને પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામના લોકો હોવાનું સામે આવ્યું છે.