દુર્ઘટના@બનાસકાંઠા: બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, 3 લોકોના મોત, 15થી વધું ઇજાગ્રસ્ત

 
Ghatna
ટેન્કરની ટક્કરથી બસનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

2025ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક માર્ગ અકસ્માતની ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ બનાસકાંઠાના સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓના મોત થયા હતા.

આ સાથે 15 થી 20 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણીની વચ્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.વિગતો મુજબ રોંગ સાઈડમાં આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. આ બસ જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. જોકે ટેન્કરની ટક્કરથી બસનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.