દુર્ઘટના@બનાસકાંઠા: નર્મદા કેનાલમાં કાર ખાબકતા પાંચ લોકો ડૂબ્યા, ત્રણ બાળક સહિત ચાર લોકોના મોત
એક મહિલા હજુ પણ ગુમ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કાર ખાબકવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. થરાદ નજીક દેવપુરા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં ત્રણ બાળકો અને એક પુરુષના સહિત 4 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે. એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, કાર નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જેમાં ત્રણ બાળકો અને એક પુરુષનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. બે દિવસ પહેલા ગાંધીનગરનો રબારી પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે સાણંદ નજીકના વિરોચનનગરમાં તેમની ક્રેટા કાર રાતના અંધારામાં કેનાલમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા.

