કરૂણ@બનાસકાંઠાઃ રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું
કરૂણ@બનાસકાંઠાઃ રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે ખેતરમાં રોટાવેટરમાં ફસાઈને ચગદાઈ જતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હોવાની ઘટના સામે આવી છે. ખેતી કામ દરમિયાન રોટાવેટર સાફ કરવા જતાં યુવકનો તેમાં પગ ફસાઈ જતા ઘટના બની હતી. અમીરગઢ ના ઇકબાલગઢ પાસે આવેલ એક ખેતર પર જૈમિન અશોકભાઈ પટેલ નામનો યુવક પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક રોટાવેટરમાં કંઇક ખામી સર્જાતા તે ટ્રેકટર પરથી નીચે ઉતરી રોટાવેટારમાં સાફ કરી રહ્યો હતો. જો કે તે સમયે યુવક નીચે ઝૂકવા જતા અચાનક તેનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો.

અટલ સમાચારને શેર કરવા અહીં ક્લીક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, પગ ફસાઈ જતા તેને બચાવ માટે બૂમાબૂમ કરી હતી પરંતુ આજુબાજુમાંથી લોકો આવે ત્યાં સુધીમાં તો તેનું આખું શરીર રોટાવેટરમાં ખેંચાઈને છુંદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા. પોતાના વ્હાલસોયા દીકરાના મોતથી માતા-પિતા પણ ભાંગી પડ્યા હતાં અને આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.