દુર્ઘટના@ભરૂચ: દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના કરુણ મોત
બનાવ બાદ દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દહેજની GFL કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના કરુણ મોત થયા છે. ગઇકાલે રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી તેમાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું મોત થયુ છે. જેમાં કંપનીમાં કામદારો અને કર્મચારીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. પોલીસે હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. શહેરમાં ફરી એક વખત ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચનના દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા છે.
દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના CMS પ્લાન્ટમાં ગેસ ગળતર થયું હતું. વાલ્વ લિકેજ થતાં કામદારોને અસર પહોંચી હતી. જે બાદ અસરગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે.આ બનાવ બાદ દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા છે. હાલમાં કંપની તરફથી મૃતકોના પરિવારજનોને કોઈ સહાયની જાણ કરવામાં આવી નથી તેમજ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.