દુર્ઘટના@ભાવનગર: લાખણકા પુલ પરથી થ્રેસર મશીન નીચે ખાબકતા અકસ્માત સર્જાયો, 3 ના મોત

 
અકસ્માત
મૃતક ત્રણેય શખ્સ પંજાબના ભટિંડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના લાખણકા ગામમાં મોટો અકસ્માત સર્જાયો હતો. લાખણકા પુલ પરથી થ્રેસર મશીન નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગું થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતની માહિતી છે.તમામ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી.

લાખણકા પુલ પરથી એક થ્રેસર મશીન નીચે ખાબકયુ હોવાથી મોટા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ અકસ્માતમાં થ્રેસર મશીનમાં સવાર ત્રણ લોકોના મોતની માહિતી છે અને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ ઘટના અંગેની જાણ વરતેજ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસ દ્વારા તમામ મૃતદેહોનું સ્થળ પર પંચનામું કરી પી.એમ અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક ત્રણેય શખ્સ પંજાબના ભટિંડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ દુર્ઘટના કેવી રીતે બની તે અંગેની સાચી હકીકત હાલ સામે આવી નથી. પોલીસે આ દિશામાં તપાસ આદરી છે.