દુર્ઘટના@ભિલોડા: લોકડાઉનમાં ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

અટલ સમાચાર,ભિલોડા કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિમાં ભિલોડા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ ચાલક ટ્રેક્ટર લઇ ફરાર થઇ જતાં મૃતકના પિતાએ તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
 
દુર્ઘટના@ભિલોડા: લોકડાઉનમાં ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

અટલ સમાચાર,ભિલોડા

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિમાં ભિલોડા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ ચાલક ટ્રેક્ટર લઇ ફરાર થઇ જતાં મૃતકના પિતાએ તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા પંથકના ચિબોડા ખુમાપુર ગામની સીમમાં ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર ચાલકે રિક્ષા નંબર જી.જે . 31 એક્સ 2509 સાથે ટકરાતા રીક્ષા ચાલક રાહુલભાઈ બામણિયા (ઉ.વ.24)ને ટક્કર વાગતા રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોચતાં મોત નિપજ્યુ હતુ. ઘટનામાં રીક્ષામાં અંદર બેઠેલ મુસાફરોને શરીરે વધારે ઓછી ઇજાઓ પહોચાડી હતી. ટ્રેક્ટર ચાલક પોતાનુ ટ્રેક્ટર લઇ નાસી ગયો હતો. તમામ ઇજાગ્રસ્તોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.