File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે સાસરીમાં પત્નિને મળીને પરત ફરતાં યુવકનુ અકસ્માતમાં મોત થયુ છે. ગઇકાલે રાત્રીના સમયે સાસરીથી પોતાના ઘરે જતાં બાઇકસવાર યુવકને રામગઢ કેનાલ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેનું બાઇક સ્લિપ થઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી તો બાઇક સળગી ઉઠ્યુ હતુ. આ તરફ યુવકને સારવાર અર્થે ખસેડ્યા બાદ પાટણમાં સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. સમગ્ર મામલે ચાણસ્મા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા-હારીજ હાઇવે પર રામગઢ મુખ્ય કેનાલ નજીક બાઇક સ્લિપ જતાં યુવકનું મોત થયુ છે. ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામનો જીગરજી સુરેશજી ઠાકોર (ઉ.વ.20) બાઇક લઇને પોતાની પત્નિને મળવા સાસરી ચંદ્રુમાણા ગયો હતો. જે બાદમાં પરત ફરતી વખતે બાઇકની સ્પિડ વધુ કોઇ કેનાલ નજીક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. જે બાદમાં બાઇક સળગવા લાગ્યુ હતુ. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીગરજીને સારવાર અર્થે પ્રથમ ચાણસ્મા સરકારી દવાખાને અને બાદમાં વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત થતાં પરીજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આશાસ્પદ યુવકના અચાનક મોતથી પરીવારજનો સહિતના શોકમગ્ન બન્યા છે. ગઇકાલે રાત્રીના સમયે બનેલા બનાવમાં યુવકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધા બાદ પોતે બાઇકથી અલગ થઇ ચોકડીઓમાં પડ્યો હતો. જે બાદમાં બાઇક પણ સળગી ગયાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે ચાણસ્મા પોલીસે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code