આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આંધ્રપ્રદેશ સ્થિત વિશાખાપટ્ટનમમાં આર.એસ. વેંકટપુરમ ગામમાં એલ.જી. પોલિમર ઉદ્યોગમાં રસાયણિક ગેસ લીકેજ થવાના અહેવાલ છે. મળતી જાણકારી મુજબ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 પહોંચી. મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા 5,000 લોકો બીમાર થઈ ગયા અને 7 લોકોનાં મોત થઈ ગયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

GVMC આયુક્ત શ્રીજનાએ જણાવ્યું કે, પ્રાથમિક રિપોર્ટ મુજબ પોલી વિનાઇલ ક્લોરાઇડ ગેસ (કે સ્ટાયરીન હોઈ શકે છે) એલજી પોલિમર, વિશાખાપટ્ટનમમાં ગોપાલપટ્ટનમની પાસે વેપગુંટાથી આજે લગભગ 2:30 વાગ્યે લીક થયો. ગેસ લીકેજના કારણે હજારો લોકો આ કમ્પાઉન્ડમાં ફસાઈ ગયા અથવા તો બેભાન થઈ ગયા કે તેમને શ્વાસ લેવામાં
તકલીફ થઈ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર.આર. વેંકટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદએક બાળક સહિત 3 લોકોનાં મોત થયા છે. નગર આયુક્તે ત્રણ મોતની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ સંખ્યા વધુ થઈ શકે છે. મળતી જાણકારી મુજબ આ ગેસ ત્રણ કિલોમીટરના વ્યાપમાં ફેલાયો છે અને કેટલાક ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code