દુર્ઘટના@દેશ: બંગાળમાં હોટલમાં ભીષણ આગ લાગતા ઊંઘમાં જ 6 શ્રદ્ધાળુઓના મોત
મૃત્યુઆંક વધવાની આશંકા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પશ્ચિમ બંગાળમાં બીરભૂમના તારાપીઠમાં એક હોટલમાં ભીષણ આગ લાગવાના કારણે છ લોકોના મોત થયા છે. ઘણા લોકો દાઝી ગયા હોવાના પણ અહેવાલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.આજે સવારે 4 વાગ્યાની આસપાસ હોટલમાં આગ લાગી હતી. શ્રાવણ મહિનાને કારણે, મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને ભક્તો તારાપીઠની મુલાકાતે આવ્યા હતા.આગ લાગી ત્યારે લોકો સૂતા હતા, અને અચાનક ધુમાડા અને આગના ગોટેગોટા ફેલાઈ જતાં ગભરાટ ફેલાયો હતો.
વહીવટીતંત્રે હજુ સુધી આગ લાગવાના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. બંગાળી મીડિયામાં આવેલા પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે શોર્ટ સર્કિટનું કારણ હોઈ શકે છે. સ્થાનિક પોલીસ અને બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.જે હોટેલમાં આગ લાગી તે તારાપીઠ વિસ્તારમાં આવેલી છે. સ્થાનિક પોલીસ સ્ટેશન હોટલની બાજુમાં છે. આ હોટલનું નામ બિદિશિની છે.

