દુર્ઘટના@દેશ: INS વિક્રમાદિત્યમાં લાગી આગ, તમામ કર્મચારી સુરક્ષિત: નૌસેના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં વિમાન વાહક શીપ આઈએનએસ વિક્રમાદિત્યમાં શનિવારે સવારે સામાન્ય આગ લાગી હતી. જો કે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકશાન નહોંતુ થયુ. આ વાતની જણકારી નૌસેનાના પ્રવક્તાએ આપી છે. હાલમાં આગ પર કાબૂ મેળલી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ઘટનાની તપાસ ચાલૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આઈએનએસ વિક્રમાદિત્ય
 
દુર્ઘટના@દેશ: INS વિક્રમાદિત્યમાં લાગી આગ, તમામ કર્મચારી સુરક્ષિત: નૌસેના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં વિમાન વાહક શીપ આઈએનએસ વિક્રમાદિત્યમાં શનિવારે સવારે સામાન્ય આગ લાગી હતી. જો કે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકશાન નહોંતુ થયુ. આ વાતની જણકારી નૌસેનાના પ્રવક્તાએ આપી છે. હાલમાં આગ પર કાબૂ મેળલી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ઘટનાની તપાસ ચાલૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આઈએનએસ વિક્રમાદિત્ય આ સમયે કારવાર હાર્બરમાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

INS વિક્રમાદિત્યના સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ છે. મનાઈ રહ્યુ છે કે, ડ્યુટી સ્ટાફે સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગેલી આગ અને ઘૂમાડાને જોયો અને બાદમાં ફાયર ફાઈટિંગ ઓપરેશન લોન્ચ કર્યુ. તાત્કાલીક કરવામાં આવેલી કાર્યવાહી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. નૌસેનાના એક પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યુ કે, આગ ઓલવી દેવાઈ છે અને જહાજમાં સવાર તમામ કર્મી સુરક્ષિત છે.

આ સાથે નિવેદનમાં કહ્યુ કે, ડ્યૂટી પર તૈનાત કર્મચારીઓએ યુદ્ધ વિમાનમાં નૌસેનિકોના રહેવાવાળા ભાગમાં ધૂમાડો થતા જોયો. કહેવામાં આવ્યુ કે, શીપના ડ્યૂટી કર્મીઓએ આગ બુઝાવવા માટે તાત્કાલીક કાર્યવાહી કરી. શીપમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી અને કોઈ મોટુ નુકશાન નથી પહોંચ્યુ. નૌસેના પ્રવક્તાએ જણાવ્યુ કે, આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.