રિપોર્ટ@દેશ: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા હાથ ધરાશે

 
SIR
SIRના પહેલા બે તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કવર કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણી પંચે મોટો નિર્ણય લેતા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનના ત્રીજા ફેઝની જાહેરાત કરી છે. 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઓડિશા, મિઝોરમ, સિક્કીમ, મણિપુર, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, તેલંગણા, પંજાબ, કર્ણાટકા, દાદરા અને નગર હવેલી, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, નાગાલેન્ડ, ત્રિપુરામાં SIR હાથ ધરાશે.

SIRના ત્રીજા તબક્કા દરમિયાન 3.94 લાખથી વધુ BLOs ઘરે ઘરે જઈને 36.73 કરોડ મતદારોને મળશે. જેમાં તેમને 3.42 લાખ બૂથ સ્તરના એજન્ટ મદદ કરશે. જેમને રાજકીય પક્ષો દ્વારા ગણતરીના તબક્કા વખતે નિયુક્ત કરાયા હતા.  SIRના પહેલા બે તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કવર કરાયા હતા. જેમાં લગભગ 59 કરોડ મતદારો હતા. આ સમગ્ર પ્રક્રિયામાં 6.3 લાખથી વધુ BLOs એટલે કે ચૂંટણી પંચના ગ્રાઉન્ડ સ્તર પર કામ કરતા કર્મચારીઓ સામેલ હતા. તથા રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 9.2 લાખ BLAs પણ અલગ અલગ તબક્કાઓમાં જોડાયેલા હતા. નિવેદનમાં ચૂંટણી પંચે કહ્યું છે કે એસઆઈઆર એક સહભાગી પ્રક્રિયા છે જેમાં તમામ હિતધારક સામેલ હોય છે. જેમાં મતદારો, રાજકીય પક્ષો અને ચૂંટણી અધિકારીઓ સામેલ હોય છે.

પંચ તમામ રાજકીય પક્ષોને અપીલ કરે છે કે તેઓ દરેક મતદાન કેન્દ્ર માટે BLAs નિયુક્ત કરે, જેથી કરીને રાજકીય પક્ષોની પૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત થાય અને એસઆઈઆરની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને રાજકીય પક્ષોની પૂરેપૂરી ભાગીદારી સાથે પૂરી થઈ શકે.