દુર્ઘટના@દેશ: ઇજિપ્તમાં 44 લોકો સાથે સબમરીન દરિયામાં ડૂબી, જાણો વિગતે

 
સબમરીન
લગભગ 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઇજિપ્તના લાલ સમુદ્રમાં હુરઘાડા શહેરના દરિયા કિનારે આજે સવારે એક પ્રવાસી સબમરીન ડૂબી ગઈ. આ ભયાનક ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયાની આશંકા છે.આ ઘટના બાદ લગભગ 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ સહિત અન્ય તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇજિપ્તના હુરઘાડા શહેરના કિનારે ડૂબી ગયેલી આ પ્રવાસી સબમરીનનું નામ સિંદબાદ હતું. આ સબમરીનમાં લગભગ 44 મુસાફરો સવાર હતા, જે (27 માર્ચ) સવારે દરિયા કિનારે બંદર નજીક ડૂબી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 21 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સિંદબાદ સબમરીનમાં કુલ 44 મુસાફરો હતા, જે વિવિધ દેશોના નાગરિકો હતા, જેઓ ઇજિપ્તના લાલ સમુદ્રના ઊંડાણમાં કોરલ રીફ અને ઉષ્ણકટિબંધીય માછલીઓને એક્સપ્લોર કરવા ગયા હતા. આ પ્રવાસી સબમરીન સમુદ્રમાં 72 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે, પરંતુ કોઈ અજ્ઞાત કારણોસર તે ડૂબી ગઈ. આ સબમરીન ડૂબી જવાના કારણની હજુ તપાસ ચાલી રહી છે.