દુર્ઘટના@દેશ: પ્રયાગરાજથી પરત ફરી રહેલા સુરતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત

 
અકસ્માત
 1 બાળકીની હાલત ગંભીર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ આ મેળામાંથી પરત ફરી રહ્યા છે. ત્યારે પ્રયાગરાજથી પરત ફરી રહેલા સુરતના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. જ્યારે સુરતના શ્રદ્ધાળુઓઓ મહાકુંભથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધુમ્મસના કારણે તેમની કાર ટ્રકમાં ઘૂસી જતા ગારીયાધાર અને અમરેલીના બે દંપતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 1 બાળકીની હાલત ગંભીર છે.

મૃતકો અયોધ્યાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને વહેલી સવારે આ ઘટના બની છે. સુરતનો પરિવાર મોટા વરાછા વિસ્તારમાં રહે છે. પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રધ્ધાળુઓને કાનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ છે. ઝાંસીથી કાનપુર હાઈવે પર શ્રધ્ધાળુઓની કાર ટ્રક સાથે અથડાઇ હતી. ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગારીયાધાર અને અમરેલીના બે દંપતીના મોત નીપજ્યાં છે. ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું છે. હાલ તમામ મૃતકોને પોતાના વતન ખાતે લાવવામાં આવ્યા હતા.