દુર્ઘટના@દેશઃ રેલવે ટ્રેક પર સૂતાં શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર
 
દુર્ઘટના@દેશઃ રેલવે ટ્રેક પર સૂતાં શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રમિક મજૂર તમામ પ્રવાસી મધ્યપ્રદેશના હતા અને ટ્રેન પકડવા માટે ભુસાવળ તરફ જઈ રહ્યા હતા. તમામ મજૂર જલગાંવમાં આયરન ફોટ્રીમાં કામ કરતા હતા. ગુરુવારે પણ ઔરંગાબાદથી મધ્ય પ્રદેશની ટ્રેન ચાલી હતી. મજૂર 35-36 કિ.મી. ચાલ્યા બાદ ટ્રેક પર બદનપુર અને કરમડની વચ્ચે ઊંઘી ગયા. તમામ મધ્ય પ્રદેશ સ્થિત શહડોલના નિવાસી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ માલગાડીની ખાલી રેક હતી આરપીએફ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે. વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. એસપીએ દુર્ઘટના અંગે જણાવ્યું કે, મૃતકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થતો નથી.