દુર્ઘટના@દાહોદ: ટ્રક-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રનું કરૂણ મોત

અટલ સમાચાર, દાહોદ કોરોના મહામારી વચ્ચે ગોધરા તાલુકાના ઓરવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં દાહોદથી ગોધરા તરફ બાઇક લઇને આવી રહેલા પિતા-પુત્રને ટ્રકચાલકે અડફેટે લીધા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગોધરા
 
દુર્ઘટના@દાહોદ: ટ્રક-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રનું કરૂણ મોત

અટલ સમાચાર, દાહોદ

કોરોના મહામારી વચ્ચે ગોધરા તાલુકાના ઓરવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં દાહોદથી ગોધરા તરફ બાઇક લઇને આવી રહેલા પિતા-પુત્રને ટ્રકચાલકે અડફેટે લીધા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક આજે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાહોદ તરફથી ગોધરા તરફ બાઇક લઈને આવી રહેલા પિતા પુત્ર ને ટ્રકચાલકે અડફેટે લીધા હતા. જેમાં બાઇકસવાર પિતા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને લઇને ગોધરા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.