આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દાંતા

કોરોના મહામારી વચ્ચે ગતદિવસોએ આવેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠા જીલ્લામાં નદી-નાળાં છલકાયા છે. આ તરફ દાંતા પંથકના એક તળાવમાં ન્હાવા ગયેલા આશાસ્પદ યુવકનું ડુબી જવાથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત પરિવારજનો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. જોકે ગ્રામજનોએ ગઇકાલે સવારથી લઇ સાંજ સુધી તળાવમાં લાશની શોધખોળ કર્યા બાદ સાંજે 4 વાગ્યે મૃતકની લાશ મળી આવી હતી. ઘટનાને લઇ દાંતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા પંથકના માણેકનાથ નજીકના તળાવમાં ન્હાવા પડેલા 18 વર્ષિય યુવકનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ડૂબઘંટોડીના ઠાકોરજી મોતીપુરા ગામે ભાગીયા તરીકે કામ કરી જીવન ગુજારે છે. ગઇકાલે સવારે તેમનો પુત્ર અજય ન્હાવા માટે મોતીપુરાના ડુંગરમાં આવેલા માણેકનાથ નજીકના તળાવમાં ગયો હતો. જોકે યુવક પાણીમાં ગરકાવ થઇ જતાં તે ડુબી જતાં તેનું મોત થયુ છે. ઘટના બાદ ગ્રામજનોએ ભારે શોધખોળને અંતે મોડીસાંજે તેનો મૃતદેહ બહાર નિકાળ્યો હતો.

21 Sep 2020, 8:45 AM (GMT)

COVID-19 Global Stats

31,254,734 Total Cases
965,199 Death Cases
22,839,140 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code