આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, દાંતા

દાંતા પંથકમાં ભાઇના ઘરેથી જમીને પરત પોતાના ઘરે જતાં યુવકનું અકસ્માતમાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ દાંતા તાલુકાના એક ગામે ભાઇના ઘરેથી જમીને પોતાના ઘરે જવા બાઇક લઇ નીકળેલો યુવક સવાર સુધી ઘરે નહીં પહોંચતાં પરીજનો ચિંતિત બન્યા હતા. જે બાદમાં તપાસ કરતાં નદીના પુલ પર બાઇક અથડાતાં તેમનું મોત થયાનું ખુલ્યુ હતુ. જેથી દાંતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. જગાણાના નાગજીભાઇ હરચંદભાઇ દામા બામોદરા ગામેથી ભાઇના ઘરેથી જમીને પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન મોડીસાંજે નીકળેલા નાગજીભાઇ વહેલી સવાર સુધી ઘરે નહીં પહોંચતાં પરિવારે ચિંતાતુર બની શોધખોળ હાથ ધરી છે. જ્યાં મોટાસડા ગામે અર્જુની નદીના પુલની દિવાસ સાથે તેમનું બાઇક અથડાતાં રાત્રે જ મોત થયાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દાંતા પંથકમાં નદીના પુલની દિવાલ સાથે બાઇક અથડાતાં યુવકનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યા છે. ગઇકાલે રાત્રે બનેલી ઘટનામાં બાઇક સવાર નાગજીભાઇનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં દાંતા પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરી લાશ પરીજનોને સોંપી હતી. આ સાથે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code