Deesa accident
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) 

લોકડાઉન વચ્ચે ડીસા પંથકમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો બધો ભયકંર હતો તે યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. જોકે અકસ્માતમાં મૃત્યું પામેલા યુવાનની હાલ કોઇ ઓળખાળ થઇ નથી. હાલ તેના મૃતદેહને ડીસા સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટ્મ માટે લઇ જવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસાનાં જોરાપુરા પાસે બુધવારે મોડી રાતે અજાણ્યા વાહન ચાલકે રસ્તે ચાલતા યુવકને અડફેટે લીધો હતો. ઘટનાને લઇ આશાસ્પદ યુવકાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ગામનાં સ્થાનિકો આ યુવાનને ઓળખતા ન હતાં જેથી તે કોણ છે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો હતો તેની કોઇ જાણ થઇ નથી. હાલ તેના મૃતદેહને ડીસા સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં સન્નાટો છતાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હાલ કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે આ યુવાનનાં મૃતદેહની મેડિકલ તપાસ થવી જરૂરી છે. સ્થાનિક પોલીસ આજુબાજુનાં સીસીટીવી કેમેરાની મદદથી આ યુવાનની તપાસ કરી શકે છે. જોકે ઘટનાને લઇ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code