દુર્ઘટના@ડીસા: વાહન ચાલકે યુવાનને અડફેટે લીધો, મોત થતાં પરિવારમાં માતમ

અટલ સમાચાર, ડીસા કોરોનાની મહામારી વચ્ચે પણ સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આ સાથે આજ રોજ સાંજના સુમારે ડીસા-રાધનપુર પાટિયા પાસે ગમ્ખવાર અકસ્માત સામે આવ્યો છે. આ ઘટનામાં એક આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર મૃતક દિલિપકુમાર રમણભાઇ પટેલ જેઓ રોડ ઉપર ગાડીની રાહ જોઇને ઉભા હતા. આ દરમિયા કોઇ
 
દુર્ઘટના@ડીસા: વાહન ચાલકે યુવાનને અડફેટે લીધો, મોત થતાં પરિવારમાં માતમ

અટલ સમાચાર, ડીસા

કોરોનાની મહામારી વચ્ચે પણ સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આ સાથે આજ રોજ સાંજના સુમારે ડીસા-રાધનપુર પાટિયા પાસે ગમ્ખવાર અકસ્માત સામે આવ્યો છે. આ ઘટનામાં એક આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર મૃતક દિલિપકુમાર રમણભાઇ પટેલ જેઓ રોડ ઉપર ગાડીની રાહ જોઇને ઉભા હતા. આ દરમિયા કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ડીસા: વાહન ચાલકે યુવાનને અડફેટે લીધો, મોત થતાં પરિવારમાં માતમ

ડીસા-રાધનપુરના માલગઢ પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મહેસાણા ટાટા મોટર્સના કર્મચારીને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારી જ્યાં તેનું ઘટનાસ્થલે મૃત્યું થયું હતું. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. મૃતક દિલીપકુમાર રમણભાઈ પટેલ (ઉમંર 48) જેઓ લોગણજ ગામના વતની હતા. મૃતક આશાસ્પદ યુવક ડીસા ટાટા મોટર્સમાં ગાડી મૂકી પરત હાઇવે ઉપર ગાડીની રાહ જોઇને ઉભા હતા. આ દરમિયાન વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. જ્યાં તેમને માથાના બારે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતું.

દુર્ઘટના@ડીસા: વાહન ચાલકે યુવાનને અડફેટે લીધો, મોત થતાં પરિવારમાં માતમ
જાહેરાત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણામાં આવેલ ટાટા મોટર્સના કર્મચારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું. આ દુર્ઘટના ડીસા -રાધનપુર માલગઢ પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બની હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક  લોકોએ 108ને બોલાવી હતી પરંતું શરીર પર ગંભીર ઇજા થતાં તેને ઘટનાસ્થળે દમ ઘુટ્યો હતો. . પોલીસે સ્થળ ઉપર આવી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.