દુર્ઘટના@દેશ: જમ્મુ કાશ્મીરમાં BSF જવાનોની બસ ખીણમાં ખાબકી, ત્રણ જવાન શહીદ, 33 ઈજાગ્રસ્ત

 
ઘટના
ચાર જવાનોની હાલત નાજુક છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ કાશ્મીરના બડગામમાં મોટી દુર્ઘટના બની છે. બડગામના બ્રિલ ગામ નજીક બીએસએફ જવાનોની એક બસ ખીણમાં ખાબકી છે. માહિતી પ્રમાણે બસમાં બીએસએફના 36 જવાનો સવાર હતા અને દુર્ઘટનમાં 33 ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ત્રણ જવાન શહીદ થયા છે. બડગામ પોલીસના જણાવ્યા અનુસાર, જવાનોને લઈને જઈ રહેલી બસ વોટરહેલ નજીક બ્રિલ ગામ પાસે ખીણમાં ખાબકી. બસમાં 36 જવાન સવાર હોવાનું જણાવાય રહ્યું છે.

દુર્ઘટના સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. જેમાંથી ચાર જવાનોની હાલત નાજુક છે. આ પહેલા રાજૌરીમાં મંગળવાર રાત્રે સેનાનું વાહન રોડથી લપસીને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં ચાર જવાન ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી મળતા જ સ્થાનિક ગ્રામ્ય લોકો સહિત બચાવ કર્મચારીઓએ તમામ ચાર ઈજાગ્રસ્ત કમાન્ડોને બહાર કાઢ્યા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમાં સારવાર દરમિયાન લાન્સનાયક બલજીત સિંહ શહીદ થયા હતા.