દુર્ઘટના@દેશ: જમ્મુ કાશ્મીરમાં ભયાનક અકસ્માત, કાર ખીણમાં પડતા 8 લોકો મોતને ભેટ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુના કાશ્મીરના અનંતનાનાગ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડક્સુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં એક કાર ખાડામાં પડી જતા કારમાં સવાર 8 લોકો મોતને ભેટ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતી સુમો કાર જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહી હતી. કારે નિયંત્રણ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જેમાં 5 બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. હાલ ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર અરાશન જગ્યાએ પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ તેના પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ પછી વાહન ખાડામાં પડી ગયું હતું.
મૃતક ઇમ્તિયાઝ કિશ્તવાડથી મડવા કિશ્તવાડમાં તેના ઘરે આવી રહ્યો હતો, જ્યાં તે પોલીસ ડ્યુટી પર તૈનાત હતો.આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન કાર અનિયંત્રિત થતા કાર ખીણમાં ખબકી હતી.