દુર્ઘટના@દ્વારકા: કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા 2 વ્યક્તિઓના કરુણ મોત

 
દુર્ઘટના
ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકા હાઈવે પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હાબરડીના પાટીયા નજીક એક કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ગત મોડી રાત્રે એક કાર ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન હાબરડીના પાટીયા પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.