દુર્ઘટનાઃ પિતાએ બહાર જતા ટોક્યો, યુવકે આખા પરિવારને જીવતો સળગાવી દીધો

અટલ સમાચાર, ડેસ્ક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની પોલીસે ધરપકડ કરી છે જેની પર પોતાની માતા, પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી દેવાનો આરોપ છે. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક લૉકડાઉનમાં ઘરથી બહાર ફરી રહ્યો હતો અને પિતાએ તેના માટે તેને લડી કાઢ્યો હતો.
 
દુર્ઘટનાઃ પિતાએ બહાર જતા ટોક્યો, યુવકે આખા પરિવારને જીવતો સળગાવી દીધો

અટલ સમાચાર, ડેસ્ક

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની પોલીસે ધરપકડ કરી છે જેની પર પોતાની માતા, પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી દેવાનો આરોપ છે. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક લૉકડાઉનમાં ઘરથી બહાર ફરી રહ્યો હતો અને પિતાએ તેના માટે તેને લડી કાઢ્યો હતો. પોલીસ મુજબ, પરિવારમાં પહેલા પણ અનેક વાતોએ ઝઘડા થતા રહેતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંજાબ પોલીસના સીનિયર ઓફિસર કેપ્ટન (સેવાનિવૃત્ત) એમ. ફિરોજે જણાવ્યું કે દીકરા અને પિતા વચ્ચે અનેકવાર ઝઘડો થતો હતો. આ પરિવાર પંજાબ શહેરથી 100 કિલોમીટર દૂર દસ્કા શહેરમાં રહે છે. પોલીસે જણાવ્યું કે ગયા મહીને મોહમ્મદ અશરફના ઘરે સંદિગ્ધ પરિસ્થિતિમાં આગ લાગી ગઈ હતી જેમાં અશરફ, તેમની પત્ની યામ્સીન અને ત્રણ સંતાનો સોબિયા, ફૌજિયા અને હૈદરનું મોત થયું હતું. મળતી જાણકારી મુજબ એક જ દિવસ પહેલા અશરફ અને તેમના મોટા દીકરા હમજા વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. પડોશીઓ મુજબ હમજા લૉકડાઉન હોવા છતાંય સતત બહાર ફરી રહ્યો હતો અને અશરફ તેનાથી નારાજ હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ ઘટના સમયે અશરફનો મોટો દીકરો અલી હમજા હાજર નહોતો. તેઓએ જણાવ્યું કે બાદમાં માત્ર પૂછપરછ માટે અમે હમજાને કસ્ટડીમાં લીધો અને તેણે સ્વીકારી લીધું કે તેણે પોતાના પરિવારને આગને હવાલે કરી દીધા હતા. હમજાએ જણાવ્યું કે કામ નહીં કરવા અને ખરાબ સંગતના કારણે તેના પિતા હંમેશા લડતા હતા. તેણે જણાવ્યું કે, જ્યારે મારા માતા-પિતા અને ભાઈ-બહેન ઊંઘી રહ્યા હતા ત્યારે તેણે મકાનમાં આગ લગાવી દીધી અને ફરાર થઈ ગયો. અધિકારીએ જણાવ્યું કે આરોપીની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.