દુર્ઘટના@ગોધરા: લીલેસરા નજીક એમ્બ્યુલન્સ અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત, ડ્રાઇવર અને દર્દીનું મોત

 
અકસ્માત
એમ્બ્યુલન્સમાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોધરાના લીલેસરા બાય પાસ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક તેમજ દર્દીનું મોત નિપજ્યું જ્યારે એમ્બ્યુલન્સ માં સવાર 2 લોકોને ઇજા થવા પામી હતી.શહેરા તાલુકાના દલવાડા ગામના કેન્સર પિડિત કમળા બેન પરમાર નામના દર્દીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો દર્દી કમળા બેનના પુત્ર અને તેમના પુત્ર બધું ડ્રેસિંગ માટે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે વડોદરા લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન ગોધરા વડોદરા હાઈવેના લીલેસરા બાય પાસ નજીક બ્રેક ડાઉન કન્ટેનરસાથે એમ્બ્યુલન્સની ટક્કર થયા બાદ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલક અર્શદ જાબરનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ જ્યારે દર્દી કમળા બેનનું ટૂંકી સારવાર દરમિયાન ગોધરાની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સમાં સવાર દર્દીના પુત્ર મેહુલ વજેસિંહ પરમાર અને પુત્રવધૂ દિના બેન ના માથાના ભાગે ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તો 108 દ્વારા સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.