દુર્ઘટના@ગુજરાત: બુધવારે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 7 વ્યક્તિના મોત, પરિવારો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે બુધવારે રાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 7 વ્યક્તિના મોત થયા છે. આજે વડોદરા, સાબરકાંઠા, દીવ અને નવસારીમાં અકસ્માત સર્જાયા હતા. વડોદરાના કરજણ કંડારી ગામ નજીક JCT પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. અજાણ્યાં વાહનચાલકે બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. ત્રણેય યુવક પાદરાના
 
દુર્ઘટના@ગુજરાત: બુધવારે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 7 વ્યક્તિના મોત, પરિવારો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે બુધવારે રાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 7 વ્યક્તિના મોત થયા છે. આજે વડોદરા, સાબરકાંઠા, દીવ અને નવસારીમાં અકસ્માત સર્જાયા હતા. વડોદરાના કરજણ કંડારી ગામ નજીક JCT પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. અજાણ્યાં વાહનચાલકે બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. ત્રણેય યુવક પાદરાના હોવાનું સામે આવ્યું છે. જોકે આ ગમખ્વાર અકસ્માત બાદ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠાના શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કરણપુર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકચાલક દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇકચાલક પુરૂષ અને મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અજાણ્યો વાહનચાલક અકસ્માત કરી ફરાર થયો હતો. આ સાથે નવસારીમાં નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો હતો. આલીપોર હાઈવે પાસેના ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો હતો. વલસાડથી સુરત જતી કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત થયું. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ તરફ દીવમાં પણ કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી હતી. સફાઈકર્મી મહિલાને કાર ચાલકે અડફેટે લીધી હતી. દારૂના નશામાં ધૂત કાર ચાલકે મહિલાકર્મીને અડફેટે લીધી હતી. આ ઘટનામાં સફાઈકર્મીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.