દુર્ઘટના@ગુજરાત: મોરબી-વાંકાનેર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, 3ના કમકમાટીભર્યા મોત

 
ઘટના
જ્યારે ત્રણની હાલત ગંભીર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (આઠમી સપ્ટેમ્બર) વહેલી સવારે મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એ લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજે સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ડમ્પર રોડ પર પલટી મારી ગયું હતું. અકસ્માતની આ ઘટના ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. અને ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યી છે.આ અકસ્માતના તુષાર બાલુ માલવયા, જાંબુવા વાળા, મહેશ સીંગારનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મહિલા, બાળકી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા.