દુર્ઘટના@ગુજરાત: જસદણ-ચોટીલા રોડ પર ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત
સમગ્ર પંથકમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જસદણના ચોટીલા રોડ પર પોલારપર ગામના પાટિયા નજીક ગમખ્વાર અકસ્મા સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાઈક અને બોલેરો પીકઅપ વાન વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.અકસ્માત બાદ 108 દ્વારા બંને પતિ-પત્નીને જસદણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ મુક્તાબેન લાલજીભાઈ વાસિયા અને લાલજીભાઈ બચુભાઈ વાસિયા તરીકે થઈ છે, જેઓ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુડસ ગામના રહેવાસી હતા.આ દંપતી વહેલી સવારે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયું હતું અને બપોર બાદ પરત ફરી રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે બનેલી આ કરૂણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને ડુડસ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

