દુર્ઘટના@કોલકાતા: દુર્ગા પૂજા દરમિયાન પંડાલ ધરાશાયી થતાં નાસભાગમાં 15થી વધુ લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોલકાતાના ચોરબગાન વિસ્તારમાં દુર્ગાપૂજા દરમિયાન પંડાલ ધરાશાયી થવાથી નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોત જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પંડાલ ધરાશાયીની ઘટનાને પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે. ચોરબાગનમાં દુર્ગા પૂજા પંડાલ અચાનક ધરાશાયી થતા ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 15થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દુર્ગા પૂજા દરમિયાન મોટી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા સેવાઇ રહી છે. પંડાલ ધરાશાયીના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બંગાળ સરકારે હેલ્પલાઈન નંબર 18003455678 જાહેર કર્યો છે.કોલકાતાના ચોરબગાન ખાતે દુર્ગાપૂજા પંડાલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના અંગે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરવાની સાથે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે સમગ્ર ઘટના અંગે વાતચીત કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પોતાના કાર્યક્રમો રદ્દ કરીને સીધા ઘાયલોની મુલાકાતે પહોંચી રહ્યા છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વરસાદ શરૂ થતાં જ ચોરબાગન દુર્ગા પૂજા પંડાલની બહાર રાહ જોઈ રહેલી ભીડ આગળ ધસી આવી, જેના કારણે કેટલાક લોકો રસ્તા પર પડી ગયા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ.
આ ઘટનામાં અનેક લોકોને ગંભીર હાલતમાં કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય મંત્રી સારદ્વત મુખર્જી અને વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વરસાદથી બચવા માટે લોકો એકબીજાને ધક્કા મારીને આગળ વધી રહ્યા હતા, જેના કારણે ગેટ પર ભારે ભારણ વધ્યું અને તે ધરાશાયી થયો. આ હાહાકાર વચ્ચે અનેક લોકો ડર અને શ્વાસ રૂંધાવાને કારણે બેભાન થઈ ગયા હતા, જેને ઇમરજન્સી સેવાઓ ઉપરાંત મોટરસાયકલ પર પણ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

