દુર્ઘટના@ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તહેરાનમાં ક્રેશ, 167 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દુબઈ ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 170 મુસાફરો સવાર હતાં. જેમાંથી 167 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ
 
દુર્ઘટના@ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તહેરાનમાં ક્રેશ, 167 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દુબઈ ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 170 મુસાફરો સવાર હતાં. જેમાંથી 167 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું.

આ દુર્ઘટના પાછળનું કારણ જો કે હજુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી. પરંતુ નોંધનીય છે કે આજે ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો વરસાવી. આ હુમલા બાદ તાઈવાન એર અને ચીને ઈરાન તથા ઈરાકથી પોતાના વિમાનોની અવરજવરને રોકી દીધી છે. ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું કે યુક્રેનનું પ્લેન 170 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સાથે ઉડાણ ભરતા જ એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી મુજબ આ વિમાન યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું હતું. જે ઈરાનના ઈમામ ખુમૈની એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું. વિમાન અકસ્માતમાં જાનહાનિ અંગે હજુ કોઈ માહિતી મળી નથી.