દુર્ઘટના@જેતપુર: ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતાં અચાનક થયો બ્લાસ્ટ, બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, જેતપુર જેતપુર પંથકના ઉપલેટામાં આજે એક દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. વિગતો મુજબ ઉપલેટામાં એક ભંગારના ગોડાઉનમાં ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતાં અચાનક બ્લાસ્ટ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા હતા. આ તરફ હજી સુધી બ્લાસ્ટનું કોઇ ચોક્કસ કારણ સામે નથી
 
દુર્ઘટના@જેતપુર: ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતાં અચાનક થયો બ્લાસ્ટ, બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, જેતપુર

જેતપુર પંથકના ઉપલેટામાં આજે એક દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. વિગતો મુજબ ઉપલેટામાં એક ભંગારના ગોડાઉનમાં ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતાં અચાનક બ્લાસ્ટ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા હતા. આ તરફ હજી સુધી બ્લાસ્ટનું કોઇ ચોક્કસ કારણ સામે નથી આવ્યુ પરંતુ સ્થાનિકોના મતે ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું મનાઇ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉપલેટાના જુના કટલરી બજાર પાસે આજે બ્લાસ્ટની ઘટનામાં બે લોકોના કમકમાટી ભર્યું મોત નિપજ્યુ છે. ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે સમગ્ર મામલે તપાસ કરાતા બ્લાસ્ટ જુના ફ્રીઝનું કોમ્પ્રેસર ફાટવાથી થયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આકસ્મિક મોત થયા હોવાનું નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.