દુર્ઘટના@જૂનાગઢ: આર્થિક સંકટ વચ્ચે મોતનો માર્ગ લીધો, ખેડૂતની આત્મહત્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આર્થિક તંગીથી કંટાળી જૂનાગઢમાં ખેડૂતો આત્મહત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. એક તરફ, કેરીની સિઝન ફેલ ગઈ છે બીજી તરફ કમોસમીએ આગળની સિઝન બગાડી હતી અને લોકડાઉન અનલોક થયા બાદ પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવ ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દુર્ઘટના@જૂનાગઢ: આર્થિક સંકટ વચ્ચે મોતનો માર્ગ લીધો, ખેડૂતની આત્મહત્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આર્થિક તંગીથી કંટાળી જૂનાગઢમાં ખેડૂતો આત્મહત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. એક તરફ, કેરીની સિઝન ફેલ ગઈ છે બીજી તરફ કમોસમીએ આગળની સિઝન બગાડી હતી અને લોકડાઉન અનલોક થયા બાદ પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવ ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢના માંગરોળના ઓસાઘેડ ગામના ખેડૂતે આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતોના ખીસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. આ સ્યૂસાઇડ નોટમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે.

નોંધનિય છે કે, ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે. દર્શાવાઈ છે.