દુર્ઘટના@કડી: જાસલપુરમાં માટીની ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાઈ ગયા, 5નાં મૃતદેહ મળ્યાં

 
ઘટના
9 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં કડીના જાસલપુર ખાતે ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાઈ ગયાની માહિતી મળતા ફફડાટ મચ્યો છે. જેમાં 5 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી.

આ દુર્ઘટનામાં 9 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં મળી માહિતી અનુસાર 5 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય શ્રમિકોનું રેસ્ક્યું કરવા માટે જેસીબી મદદ લેવામાં આવી  છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કડીના જાસલપુરમાં આવેલી એક ખાનગી સ્ટીલ કંપનીમાં આ ઘટના બની હતી. ત્યાં કંપનીમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ માટીની ભેખડો ધસી હતી અને મજૂરો દટાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. અહેવાલ અનુસાર કુલ 9 મજૂરો તેમાં દટાયા હતા. જેમાંથી પાંચના મૃતદેહો કાઢી લેવામાં આવ્યા છે.