દુર્ઘટના@કંડલા: એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા દરમ્યાન સુપરવાઈઝર સહિત પાંચ 5 શ્રમિકોના મોત

રાજ્યમાં ત્રણથી ચાર દિવસમાં આ બીજી દુર્ઘટના બની છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા હતા. હવે કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. રાજ્યમાં ત્રણથી ચાર દિવસમાં આ બીજી દુર્ઘટના બની છે. આ દુર્ઘટના કંપનીમાં મંગળવારે રાત્રિના સાડા બાર વાગે સર્જાઈ હતી.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે.
આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ છે.ગુજરાતમાં કામ કરાવતી કંપનીઓ કર્મચારીઓને ક્યાં તો પૂરતી તાલીમ આપતી નથી અથવા તો કર્મચારીઓની સલામતીઓને લગતા પાસાને લઈને અત્યંત બેદરકાર જોવા મળે છે. આંતરે દિવસે કંપનીઓની ઔદ્યોગિક દુર્ઘટના આવતી જોવા મળે છે. કંપનીઓ ખર્ચ નીચો રાખવાની લ્હાયમાં કામદારોનીસ લામતી પ્રત્યે આવો દુર્લક્ષ કેમ સેવે છે અને ઔદ્યોગિક સલામતીના નિયમોને કેમ ઘોળીને પી જાય છે તેનો જવાબ આ કંપનીઓએ આપવો રહ્યો. ગુજરાત ઇન્ડસ્ટરી ફ્રેન્ડલી રાજ્ય છે એટલો એનો અર્થ એવો ન કરી શકાય કે કર્મચારીઓની સલામતી પ્રત્યે બેદરકાર રહેવાય.