દુર્ઘટના@ખેડા: તારાપુર-ધર્મજ હાઈવે પર અકસ્માતની ઘટના, બેફામ ટ્રક ચાલકે એક જ પરિવારના 3 લોકોનો લીધો જીવ

 
ટ્રક

ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થયો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડાના તારાપુર-ધર્મજ હાઈવે પર એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેટાટી વ્યાપી હતી. સવારના સમયે પરિવાર બાઈક પર છાશ લેવા નિકળ્યો હતો તે સમયે ટ્રકે અડફેટે લેતા ત્રણેય જણાના ઘટના સ્થળે મોત નિપજયા છે.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.

ખેડાના તારાપુર-ધર્મજ હાઈવે પર કમકમાટી ભરી ઘટના બની હતી. જેમાં માણેજ ગામના એક જ પરિવારના ત્રણ લોકોનો ટ્રકની અડફેટે અકસ્માત થતા મોત થયું છે. સવારના સમયે છાશ લેવા ગયા હતા તે સમયે આ ઘટના બની હતી, ઘટના બનતાની સાથે જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી તપાસ કર્યા હતા.ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થયો છે.

સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રક ચલાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ હાથધરી છે. સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતનો એક બનાવ બન્યો હતો.