દુર્ઘટના@ખેડબ્રહ્મા: પેસેન્જર લેવા ઉભેલી બસ પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર ખેડબ્રહ્મા તાલુકાના ગામે એસટી બસ પાછળ બાઇક ઘુસી જતાં એક યુવકનું મોત થયુ છે. આજે સવારે ગામના બસ સ્ટેન્ડ નજીક પેસેન્જર લેવા ઉભેલ બસની પાછળ એક બાઇક ઘુસી ગયુ હતુ. પુરઝડપે આવતું બાઇક એસટી બસની પાછળ ઘુસી જતાં એક યુવકનું સારવાર વચ્ચે કરૂણ મોત થયુ હતુ. આ સાથે અન્ય એક
 
દુર્ઘટના@ખેડબ્રહ્મા: પેસેન્જર લેવા ઉભેલી બસ પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

ખેડબ્રહ્મા તાલુકાના ગામે એસટી બસ પાછળ બાઇક ઘુસી જતાં એક યુવકનું મોત થયુ છે. આજે સવારે ગામના બસ સ્ટેન્ડ નજીક પેસેન્જર લેવા ઉભેલ બસની પાછળ એક બાઇક ઘુસી ગયુ હતુ. પુરઝડપે આવતું બાઇક એસટી બસની પાછળ ઘુસી જતાં એક યુવકનું સારવાર વચ્ચે કરૂણ મોત થયુ હતુ. આ સાથે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાને લઇ એસટી બસના ડ્રાઇવરે બાઇકચાલક સામે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પંથકના શ્યામનગર પાટીયા પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગરના કાટવાડ ગામના રહેવાસી અને હાલ એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં ઝાકીરહુસૈન વિજાપુરા આજે સવારે અમદાવાદ-ખેડબ્રહ્મા બસ લઇને જતાં હતા. આ દરમ્યાન શ્યામ નગર પાટીયા પાસે સવારે નવેક વાગે બસ ઉભી રાખતાં પાછળના ભાગે એકદમ અવાજ થતાં તપાસ કરી હતી. જ્યાં એક બાઇક બસના પાછળના ભાગે ઘુસી જતાં ઇજાગ્રસ્ત થયેલા બે યુવકો પૈકી એકનું સારવાર વચ્ચે મોત થયુ છે.

દુર્ઘટના@ખેડબ્રહ્મા: પેસેન્જર લેવા ઉભેલી બસ પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત, 1 ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેડબ્રહ્મા પંથકમાં એસટી બસ પાછળ બાઇક ઘુસી જતાં એકનું મોત થયુ છે. આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ એસટી બસના ડ્રાઇવરે બાઇક ચાલક સામે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ પોલીસે આઇપીસી કલમ 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@ખેડબ્રહ્મા: પેસેન્જર લેવા ઉભેલી બસ પાછળ બાઇક ઘુસી જતાં યુવકનું મોત, 1 ઇજાગ્રસ્ત
જાહેરાત