આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ખેરાલુ તાલુકાના ડભોડા ગામે પોલીસ ચોકીના પાછળના વિસ્તારમાં આજે સાંજે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. રહીશના ઘર પાસે અચાનક આગ લાગતાં છાપરામાં બાંધેલી ત્રણ ભેસ ચપેટમાં આવી હતી. ભેંસોની બુમરાડ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ભેંસો બચાવવા પાણી અને રેતી નાખી આગ ઉપર કાબૂ મેળવવા મથામણ કરી હતી. દુર્ઘટનામાં દૂધાળા ઢોર ઉપર આફત આવતાં પશુપાલકની હાલત કફોડી બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે આગની લપેટમાં પશુઓ આવી ગયા હતા. ઘર પાસે આગ લાગતાં બાંધેલા પશુઓ માંડ બચી શક્યા હતા. આગને પગલે ભેંસોની બૂમરાણ સાંભળી યુવાનોએ દોડી આવી આવ્યા હતા. જેમાં સાંકળને કહોડાથી કાપી ભેંસોને છોડી આગથી દૂર કરી હતી. આ પછી તાત્કાલિક અસરથી પશુ ડોક્ટર બોલાવી સારવાર શરૂ કરી હતી.

જેમાં પશુ ડોકટર દલપતસિંહ ઠાકોર, ડૉ.રાજુ રબારી તેમજ ભુપતજીએ ત્રણ ભેંસોને તપાસી સારવાર ચાલુ કરી હતી. પશુપાલક ચમનજી ગમાજી ઠાકોરને કોરોના મહામારી વચ્ચે આજે આભ ફાટ્યું હોય તેવી ઘટના બનતાં ડભોડા ગામમાં ચકચાર મચી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code