દુર્ઘટના@ખેરાલુ: શાળામાં વિજ કરંટ, ધો-7ના વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર

અટલ સમાચાર, મહેસાણા ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળામાં ભયંકર દુર્ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. શાળામાં શિક્ષણ દરમ્યાન અચાનક શોર્ટ-સર્કીટ થતાં ધોરણ-7માં ભણતા વિદ્યાર્થીને વિજળીનો ઝાટકો લાગ્યો હતો. જેનાથી પલવારમાં ઘટનાસ્થળે જ 12 વર્ષના કિશોરનું કરૂણ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ ગામ અને તેના પરિવારને થતાં શાળાએ દોડી આવી આક્રોશ ઠાલવ્યો હતો. આ
 
દુર્ઘટના@ખેરાલુ: શાળામાં વિજ કરંટ, ધો-7ના વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળામાં ભયંકર દુર્ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. શાળામાં શિક્ષણ દરમ્યાન અચાનક શોર્ટ-સર્કીટ થતાં ધોરણ-7માં ભણતા વિદ્યાર્થીને વિજળીનો ઝાટકો લાગ્યો હતો. જેનાથી પલવારમાં ઘટનાસ્થળે જ 12 વર્ષના કિશોરનું કરૂણ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ ગામ અને તેના પરિવારને થતાં શાળાએ દોડી આવી આક્રોશ ઠાલવ્યો હતો. આ દરમ્યાન મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો.

દુર્ઘટના@ખેરાલુ: શાળામાં વિજ કરંટ, ધો-7ના વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના મલેકપુર ભાંઠા પ્રાથમિક શાળાની દુર્ઘટનાથી પંચાયત આલમમાં દોડધામ મચી ગઇ છે. ગુરૂવારે શાળા સમય દરમ્યાન અચાનક વિજ વાયરમાં ખામી સર્જાઇ હતી. તે વખતે શાળામાં ધોરણ-7માં ભણતો ઠાકોર ગજેન્દ્રજી ભરતજી નામનો વિદ્યાર્થી વિજ વાયરને અડી જતાં શોર્ટ-સર્કીટ થઇ હતી. વિદ્યાર્થીને વિજ કરંટ લાગતા સ્થળ પર પટકાયો હતો. ઘટનાને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દુર્ઘટના@ખેરાલુ: શાળામાં વિજ કરંટ, ધો-7ના વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાની જાણ થતાં પરિવારજન સહિત ગામલોકો પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા. આ પછી યુધ્ધના ધોરણે વિદ્યાર્થીને ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો. જોકે કિશોરનું વિજ કરંટને પગલે કરૂણ મોત નિપજ્યુ હોવાનું સામે આવતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ છે. દુર્ઘટના કેવી રીતે અને કેમ બની તે તપાસનો વિષય બન્યો છે, પરંતુ શાળાના શિક્ષકોની ભયંકર બેદરકારીથી વિદ્યાર્થીનું મોત થયુ હોવાની વાતને લઇ ગામલોકો લાલઘુમ બન્યા છે.

ઘટના બાદ ઉભા થતાં સવાલો

  • પ્રાથમિક શાળામાં વિજ વાયરો મોત સમાન છે ?
  • વિજ વાયરો સુધી વિદ્યાર્થી કેવી રીતે પહોચ્યોં ?
  • શાળાની વિજ સિસ્ટમ નિષ્ફળ હતી ?
  • શોર્ટ-સર્કિટની સંભાવના સામે શિક્ષકોએ બેદરકારી રાખી ?
  • શું અન્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને જોખમ છે ?