દુર્ઘટના@કચ્છ: નર્મદા કેનાલમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા

 
ઘટના
માતાનો બચાવ થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં માતા અને ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે માતાનો બચાવ થયો છે. મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ નજીક આવેલી કેનાલમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ માતા અને ત્રણ બાળકો કેનાલમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકતંત્ર દોડતું થયું હતું અને ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.આ દુર્ઘટનામાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.12), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.8) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.5) ત્રણેય સગા ભાઈઓના મોત નીપજ્યા હતા.