દુર્ઘટના@કડી: આઇસર અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, 4 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કડીના નંદાસણ રોડ પર ઉંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે આઈસર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો બચો ભયાનક હતો કે તેમાં 4 લોકોના મોત થયા છે. રિક્ષા અને આઇસર વચ્ચે અકસ્માતમાં રિક્ષાનો બુકડો બોલી ગયો છે. રિક્ષા નંબર GJ 18 BY 1537 અને આઇસર નંબર GJ 02 ZZ 440 વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે.
અકસ્માતમાં મૃતકોમાં ત્રણ પુરૂષ અને એક મહિલા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ અકસ્માતની ઘટનાની જાણ કડી પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રિક્ષામાંથી લાશોને બહાર કાઢી પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કડી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં સ્થળ ઉપર ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં મોતનો આંકડો કુલ પાંચ પર પહોંચ્યો હતો. 12મે સોમવારના દિવસે આ અકસ્માતની ઘટના બની હતી.