આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં તોફાનનાં કારણે ભયંકર તબાહી જોવા મળી રહી છે. મુંબઈની નજીક આવેલ મહાડમાં કુલ ત્રણ જગ્યાઓ પર ભૂસ્ખલન થવાના કારણે કેટલાય લોકોનાં ઘર દબાઈ ગયા જેના કારણે 44 લોકોનાં મોત થયા છે. અહિયાં તલઈમાં 32 લોકોનાં મોત થયા છે જ્યારે સાખર સુતાર વાડીમાં ચાર લોકોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બંને જગ્યાઓ પર 15 લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે 30થી 35 લોકોની તલાશ હજુ ચાલુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્રના મહાડમાં સાવિત્રી નદી સતત ખતરાનાં નિશાનથી ઉપર વહી રહી છે અને મહાડ અને ખેડમાં NDRF તથા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. બચાવ માટે નૌસેનાની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. મહાડની પાસે નૌસેના પાણીમાં ઉતરીને મદદ કરી છે તથા દાસગાંવ અને ટોલનાકા પાસે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code