દુર્ઘટના@મહારાષ્ટ્ર: ગોંદિયા-કોહમારા હાઇવે પર ભયકંર અકસ્માત, બાઇકને બચાવવા જતાં બસ પલટી, 10થી વધુના મોત

 
અકસ્માત
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહારાષ્ટ્રના ગોદિયાથી એક ભયંકર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ દુઘર્ટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્યની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. મૃતકોની સંખ્યા પણ વધવાની આશંકા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે તરફથી દુર્ઘટના પીડિતોને તાત્કાલિક ધોરણે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે.

માહિતી પ્રમાણે એક બાઈકને બચાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ભયંકર એક્સિડેન્ટ થયો હતો. ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. બસ પલટી ખાઈ જતાં ઘણાં લોકો નીચે દટાઈ ગયા હતા. જેમના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.મહારાષ્ટ્ર માર્ગ પરિવહન નિગમની આ બસ ભંડારાથી સાકોલી લખાની થઇને ગોંદિયા તરફ જઇ રહી હતી. બસનો નંબર MH 09 EM 1273 છે. બસની સામે એક વળાંકવાળો રોડ આવ્યો ત્યારે બાઈકવાળો અચાનક જ તેની સામે આવી ગયો હતો. બાઈક ચાલકને બચાવવા જતાં બસ ડ્રાઈવરે જ કાબૂ ગુમાવ્યો અને કટ મારી જેના લીધે બસ પલટી ગઇ હતી.