દુર્ઘટના@માલપુર: મંગેતરને લઇ વતનમાં જતાં યુવકનું અકસ્માતમાં મોત, યુવતિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ મેઘરજ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે અમદાવાદથી બાઇક લઇ મંગેતરની સાથે વતનમાં જતાં યુવકનું બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. મેઘરજ નજીક બાઇક પર કાબૂ ગુમાવતાં સ્લિપ થઇ જતાં બાઇક ઝાડ સાથે અથડાતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી યુવકનું ઘટનાસ્થળે જ
 
દુર્ઘટના@માલપુર: મંગેતરને લઇ વતનમાં જતાં યુવકનું અકસ્માતમાં મોત, યુવતિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

મેઘરજ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે અમદાવાદથી બાઇક લઇ મંગેતરની સાથે વતનમાં જતાં યુવકનું બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. મેઘરજ નજીક બાઇક પર કાબૂ ગુમાવતાં સ્લિપ થઇ જતાં બાઇક ઝાડ સાથે અથડાતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ તો તેની મંગેતરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ હતી. સમગ્ર મામલે માલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ નજીક મંગેતરની સાથે વતનમાં જતાં યુવકનું બાઇક સ્લિપ થતાં તેનું મોત થયુ છે. રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના સીમલવાડા તાલુકાના પાદરા (ચાડોલી) ગામના અરવિંદભાઇ વિરજીભાઇ મનાત (ઉ.વ.24) પોતાની મંગેતર પુષ્પાબેન સાથે અમદાવાદથી વતન જવા નિકળ્યો હતો. આ દરમ્યાન મેઘરજના ધોલેશ્વર પાટીયા પાસે બાઇક પુરઝડપે હંકારતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી બાઇક સ્લિપ જઇ જતાં ઝાડ સાથે અથડાતાં યુવકનું મોત નિપજ્યુ હતુ.

દુર્ઘટના@માલપુર: મંગેતરને લઇ વતનમાં જતાં યુવકનું અકસ્માતમાં મોત, યુવતિ ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સોમવારે બપોરના સમયે પોતાની મંગેતરને બાઇક પર લઇ વતનમાં જતાં યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતિને તાત્કાલિક સારવાર અર્થે મેઘરજ સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે માલપુર પોલીસે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.